Go to Shop. Connect with your local Frendy Partner. Start shopping & saving.
જેમ નામ સૂચવે છે તેમ ઉદ્ઘાટન એ તમારા હોમ સ્ટોર બિઝનેસ માટે ઉદ્ઘાટનની લોંચ ઈવેન્ટ જેવું છે,
જેમાં તમારા ભાવિ ગ્રાહક (મિત્રો અને પડોશીઓ) ને આમંત્રણ આપી એમના પડોશીઓ અને પરિચિતો સાથે એક નાનકડા ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવા માં આવે છે. એમાં પૂજા સમારોહ અને ચા પાર્ટીનો સમાવેશ પણ થાય છે.
તમે તમારા નવા વ્યવસાય – હોમ સ્ટોર વિશે લોકો ને જાગૃત કરો છો. એ સિવાય ફ્રેન્ડી એપ તેમજ તમારા Whatsapp ગ્રૂપ્સ દ્વારા તમે 30 -40 ગ્રાહકો મેળવી શકો છો.
સામાન્ય રીતે, ઉદ્ઘાટન ના દિવસે પાર્ટનર્સ રૂ.10,000 -15,000 વેચાણ કરી શકે છે ઉદ્ઘાટન માં ઑફર્સ આ મુજબ કરી શકીયે છીએ.
સ્લેબ ઓફર-
ઉદાહરણ તરીકે જો તમે ફ્રેન્ડી હોમ ક્લીન ડીટરજન્ટ બાર (200 ગ્રામ) ખરીદો છો
સિંગલ યુનિટ કિંમત – 10 રૂ.
5 યુનિટ માટે કિંમત – 45 રૂ
10 યુનિટ માટે કિંમત – 85 રૂ
ફ્રી ગિફ્ટ ઓફર – X રકમ ની ખરીદી પર કોઈ ગીફ્ટ
ખાસ ઉદ્ઘાટન ઓફર ઉદ્ઘાટન ના દિવસ માટે ઓછી કિંમત
(સેલ્સ ટીમ દ્વારા તાલીમ આપવામાં આવશે)
· પૂજા સમાગ્રીની વ્યવસ્થા અને પાર્ટનર દ્વારા બીજી તૈયારીઓ.
o પૂજા થાળી
o કુમકુમ
o નારિયેળ
o ચોખા
o અગરબત્તી
o દીવો
o ફૂલો
તમે ફ્રેન્ડી પાર્ટનર તરીકે જોડાવો ત્યારથી ફ્રેન્ડી તમને મદદ કરશે અને ટેકો આપશે
ઉદ્ઘાટન માટે કોઈ નિશ્ચિત દિવસ નથી પરંતુ જો શક્ય હોય તો એને વેહલા માં વહેલી તકે ગોઠવી લેવું જોઈએ જેથી તમને વધુમાં વધુ ગ્રાહકોને સંપર્ક કરી શકો.
તમે તમારા પડોશીઓ, નજીકની સોસાયટી ના લોકો, મિત્રો અને કુટુંબીજનોને આમંત્રિત કરી શકો છો,
જેની સાથે તમે સામાજિક જોડાણ ધરાવો છો અને જે તમારા હોમ સ્ટોર માટે સંભવિત ગ્રાહક બની શકે છે – સામાન્ય રીતે તમારા ઘર ની 500 મીટરની આસપાસ રહેતા લોકો.
હા, બધા પાર્ટનર્સ ઉદ્ઘાટન કરે છે કારણ કે તમારા હોમ સ્ટોર ખોલવાની જાણકારી માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. જેમ કે એક હિન્દી કેહવત છે ને કે “જો દિખ્તા હૈ, વોહી બિકતા હૈ”.
એ સિવાય ઉદ્ઘાટન નો સમય ખૂબ જ મહત્વ ધરાવે છે કારણ કે આ ગ્રાહકો માટે પ્રથમ છાપ ઉભી કરે છે.
ઉદ્ઘાટન એક સામાજિક પ્રસંગ છે. તમામ પાર્ટનર્સ આ પ્રસંગ માટે ખૂબ જ ગર્વ અનુભવે છે. એટલું જ નહિ પાર્ટનર્સ માટે આ એક આનંદનો પ્રસંગ છે.
ઉદ્ઘાટન એક પારિવારિક મેળાવડા જેવું છે જેની શરૂઆત પૂજાથી થાય છે. ત્યાર બાદ ચા-નાસ્તા અને રમતો નો આયોજન હોય છે.અને અંતે આમંત્રિત મહેમાન હોમ સ્ટોર માંથી ખરીદી કરે છે.
વધુ માહિતી માટે તમે આ વીડિયો જોઇ શકો છો –
ઉદ્ઘાટનની તૈયારી ખૂબ જ સરળ છે. સેલ્સ ટીમ ઉદ્ઘાટનની તૈયારી માટે જરૂરી તમામ વિગતો જેમ કે પૂજા, હોમ સ્ટોર ની ગોઠવણી અને બેઠક વગેરે ની માહિતી આપે છે.
વધુ માહિતી માટે તમે અમારા પાર્ટનર તૃષ્ણા પંડ્યા નો વીડિયો જોઇ શકો છો.
ઉદ્ધઘાટન માં આવેલા મેહમાનો ને ફ્રેન્ડી એપ દ્વારા થૅન્ક યુ નોટ મોકલો.
પેહલી ખરીદી કરનાર દરેક વ્યક્તિ ને Whatsapp દ્વારા આભાર વ્યક્ત કરો.
ઉદ્ઘાટન પછી તમે મહેમાનો પાસે ઇવેન્ટ નો પ્રતિસાદ, ઉત્પાદનોની ગુણવત્તા અને બીજા ઓર્ડર ની જરૂરિયાત વિશે ફોલોઅપ કરી શકો છો .
એ પણ ખાતરી કરો કે હોમ સ્ટોર પાસે ઓર્ડર પૂરો કરવા માટે જરૂરી સ્ટોક છે કે નહિ.
ફ્રેન્ડી તો હોમ સ્ટોર ના ઉદ્ગાટન ની તૈયારી માં તમારો ટેકો આપશે જ એ સિવાય મદદ માટે જો શક્ય હોય તો થોડા લોકોને સાથે રાખો.
જેમ કે તમારા પતિ, કુટુંબીજનો અથવા મિત્રો. એવા લોકો જે તમારી ફ્રેન્ડી એપ ચલાવા માં મદદ કરી શકે અથવા નવા ગ્રાહકોને એ અંગે માર્ગદર્શન આપી શકે.